Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની મોદી નગર મિશ્રાશાળાનો છતનો સ્લેબ ધરાશાયી થતા દોડધામ…

Share

અંકલેશ્વર તાલુકાનાની મોદી નગર મિશ્રશાળામાં અચાનક છત ધરાશાયી થતા શાળાની ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીના માથા પરના ભાગે ગંભીર ઇજાઓ પોહોંચવા પામી હતી. આજરોજ વહેલી સવારે પોતના નિત્યકર્મ પ્રમાણે ભારતીબેન રાણા કે જેઓ શાળામાં પટાવાળા તરીકેની ફરજ બજાવે છે તે શાળામાં પોતાનું કાર્ય કરી રહ્યા હતા તે દરમિયાન જ છત ધરાશાયી થતા ભારતી બેનને માથા ભાગે ગંભીર ઇજાઓ પોહોંચવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા શિક્ષણને વેગવંતુ બનાવવા માટે વિવિધ યોજનાઓ અને ગ્રાન્ટઓની ફાળવણી કરવામાં આવતી હોય છે જેમાં નગરપાલિકા સંચાલિત શાળાઓમાં ગરીબ બાળકોને મફત શિક્ષણ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી નગરપાલિકાઓને પણ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવણી કરવામાં આવતી હોવા છતાં અણઆવડત કારણે નગરપાલિકા દ્વારા સ્કૂલોનું નવીનીકરણ અને માળખાકીય સુવિધા આપવામાં નિષ્ફળ નિવિડતા હોય તેવી શર્મનાક ઘટના આજરોજ અંકલેશ્વર તાલુકાની મોદીનગર મિશ્રશાળા નંબર 18 માં બની હતી. આ શાળામાં આજુબાજુના ગરીબ બાળકો પોતાનું ભાવિ બનાવા ઉદ્દેશથી આવતા હોય છે ત્યારે આવી ઘટના અંકલેશ્વર નગરપાલિકાની શિક્ષણ અંગેની ઉદાસીનતા દર્શાવી રહી છે. આ ઘટનામાં સદ્નસીબે કોરોનાની ગાઈડલાઈન આ કારણસર સ્કૂલોને બંધ રાખવાની બાળકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કરજણ નદીના પુલ પાસે મોટર સાઇકલ અને ઇકો ગાડી અકસ્માતમાં મહિલાનું મોત.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા ના અધ્યક્ષ ડો.દિપીકા બેન સરડવાની નર્મદા જિલ્લાની મુલાકાત.

ProudOfGujarat

ઝઘડીયાના નવાઅવિધા ગામની ગોચરની જગ્યામાં જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!