જી.સી.ઈ.આર.ટી. ગાંઘીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ – જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ તથા ઈ.એન. જીનવાલા હાઈસ્કૂલ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક. મા. મુન્શી શાળા વિકાસ સંકુલનું સંકુલ કક્ષાનું ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તારીખ 03/02/2022 ના રોજ ઈ.એન. જીનવાલા હાઈસ્કૂલ અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યું.
આ ગણિત- વિજ્ઞાન- પર્યાવરણ પ્રદર્શનમાં પ્રદર્શના કુલ પાંચ વિભાગ પૈકી વિભાગ 1 ઈકો ફ્રેન્ડલી સામગ્રીમાં 18 કૃતિઓ, વિભાગ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 22 કૃતિઓ, વિભાગ 3 સોફ્ટવર અને એપ્સમાં 12 કૃતિઓ, વિભાગ 4 પરિવહન માં 14 કૃતિઓ, વિભાગ 5 પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન અને ગાંણેતિક નમૂનામાં 36 કૃતિઓ મળી કુલ 102 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં બાળવૈજ્ઞાનિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તમામ બાળવૈજ્ઞાનિકોને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટ, જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ. મહેતા, શિક્ષણ નિરીક્ષક નિશાંતભાઈ દવે, દિવ્યેશભાઈ પરમાર, ભરતભાઈ સલાટ દ્વારા આ પ્રદર્શન ગુગલ મીટ વર્ચ્યુઅલ મોડમાં જોડાઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શનનું સમગ્ર સફળ સંચાલન ભરૂચ ડાયટના વિજ્ઞાન સલાહકાર પી.બી પટેલ, ડી.એસ. ભાભોર અને જીનવાલાના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ટેકનિકલ સહયોગ ભરૂચ ડાયટના ટેકનેશીયન હિતેશભાઈ માછી દ્વારા કરેલ હતું. આ પ્રદર્શનમાં 10 જેટલાં નિર્ણાયક મિત્રોએ તટસ્થ રીતે નિર્ણય આપીને પ્રદર્શનને સફળ બનાવ્યું હતું.
અંકલેશ્વર ઈ.એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે સંકુલ કક્ષાનું ગણિત- વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું.
Advertisement