અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલા રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારી પાસે નોટો બદલાવવાના બહાને ગઠિયો 1.30 લાખની છેતરપિંડી કરી ફરાર થયો ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલા રામેશ્વર પેટ્રોલિયમ ખાતે ગતરોજ રાતે અજાણ્યો શખ્સ નંબર પ્લેટ વિનાની મોટરસાઇકલ લઈને આવી કહ્યું કે રૂ. 100 ના દરની નોટો આપી 500 અને 2000 હજારના દરની નોટો મળી બે લાખ રૂપિયા જોઈએ છે. તારા શેઠ વિનેશ ધનુ પટેલ સાથે વાત થઈ છે. જેથી કર્મચારીએ માલિક સાથે ફોન કરતાં તેની પાસેથી ફોન છીનવી તે વાત કરવા લાગ્યો. જેથી શેઠના ઓળખીતા હોવાનું અનુમાન લગાવી કર્મચારીએ ડીઝલના પડેલા 1.30 લાખ રૂપિયા તેને આપ્યા હતા. 1.30 લાખ રૂપિયા આપ્યા બાદ બદલે 100 ની નોટો માંગતા તેણે બાળકોની હોસ્પિટલના ડોકટર પાસે છે ત્યાથી અપાવું છું, તેમ કહેતા પેટ્રોલ પંપના બંને કર્મચારી તેની સાથે ગયા હતા. જ્યા કર્મચારી મંગળદાસ વસાવાને પીઝા આપવાની વાત કહી વિનોદ વસાવાને ડોક્ટર પાસે મોકલ્યો હતો. જ્યાં ડોકટરે રૂપિયા મંગાવ્યા નથી તેમ કહેતા તેણે મંગળદાસ વસાવાને ફોન કરતાં તેણે જણાવ્યુ કે, તે શખ્સ ફરાર થઈ ગયો છે. આ અંગે બંને કર્મચારીઓ છેતરાયા હોવાનું અહેસાસ થતાં તેઓએ છેતરપિંડી અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.