Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બાપુનગર વિસ્તારમાંથી જુગાર રમતા 7 જુગારીયા ઝડપાયા.

Share

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર બાપુનગર ખાતે મળેલ બાતમીના આધારે જુગારની રેડ કરી જેમાં 7 જેટલા જુગરિયાઓ રંગેહાથ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓમાં (1) મહમદ યુસુફ નવાબ રહે.બાપુનગર ઝૂંપડપટ્ટી અડાજણ સુરત (2) શંકર સીતારામ સોનોલો રહે. પ્રતિસ્થા સોસાયટી કપોદરા (3) સોયબ યુસુફ નવાબ રહે.એસ એમોટર્સ સામે અંકલેશ્વર (4) શબ્બીર ગુલામ અડન રહે. બાપુનગર ઝૂંપડપટ્ટી અંકલેશ્વર (5) અહમદ યુસુફ વેદ રહે.કોલવલા (6) રમેશ મણીભાઈ પટેલ રહે. 500 કવાટર્સ અંકલેશ્વર (7) યોગેશ મોહનભાઇ પટેલ રહે. પટેલ નગર અંકલેશ્વર નાઓ પાસેથી અંગ ઝડતીના રૂ. 39 હજાર, દાવ પરના રૂ. 7900, મોબાઈલ ફોન નંગ 5 કિં. રૂ. 24 હજાર મળી કુલ રૂ.70 હજાર કરતા વધુની મતા પોલીસે જપ્ત કરી હતી. જુગારિયાઓ જાહેરમાં જુગાર રમતા હતા આ બનાવ અંગે એલ.સી.બી ના પી.એસ.ઈ. એ. એસ. ચૌહાણ અને તેમની ટીમે મળેલ બાતમીના આધારે કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા: મકાઇ સંશોધન કેન્દ્ર, ગોધરા ખાતે વિશ્વ પર્યાવરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં શિવરાત્રી પર્વની ઉમંગથી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરા : એન.આર. સી બિલના વિરોધમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!