મકરસંક્રાંતિ પર્વમાં પતંગ ચગાવતા સમયે ડી.જે ના સંગીત માણવાનો આનંદ મોંઘો પડ્યો અને પોલીસનું તેડું આવ્યું હોવાની ઘટના બની હતી.
અંકલેશ્વર શહેર વિસ્તા૨માં મકરસંક્રાતિ તહેવાર નિમીતે રાખવામા આવેલ બંદોબસ્ત પેટ્રોલીંગ દરમ્યાન ફરતા ફરતા અંકલેશ્વર શહેર ભંડાર હોટલ પાસે આવતા સોસાયટીના કોમ્પલેક્ષના ધાબા ઉપર લાઉડ સ્પીકર વાગતા હોય અને કેટલાક માણસો ભેગા થયેલ જેથી આ કોમ્પ્લેક્ષના ધાબા ઉપર જઇને જોતા ડી.જે. સાઉન્ડ ગોઠવીને વગાડતા હોય અને એક ઇસમ ડી.જે.સાઉન્ડ સીસ્ટમ ઓપરેટ કરતો હોય જેથી ડી.જે.સાઉન્ડ બંધ કરાવી તેના ડી.જે. સાઉન્ડનું આયોજન કરાવનાર મોહમદ સાકીર મોહમદ હનીફ મુલ્લા તથા ડી.જે ઓપરેટ કરનાર ડી.જે.નો માલીક તુફેલ ઉર્ફે ગોલુ જાકીર હુશેન ગોહીલ જ્ગ્યા પર હાજર મળતા તેઓનું ડી.જે. સાઉન્ડ સીસ્ટમ જેમા ડી.જે.સાઉન્ડના મોટા બેઝના પીક ૨ નંગ -૦૪, ડબલ મીડ સ્પીક૨ નંગ -૨, સીગલ મીડ સ્પીક૨ નંગ -૪, એમ્પ્લીફ્ફાય૨ નંગ -૧, ક્રોસોવ૨ નંગ -૧, સાઉન્ડ મિક્ષ૨ નંગ -૧, ઇલેક્ટ્રીક બોર્ડ નંગ -૧, ડી.જે. સાઉન્ડ ફીટીંગ કરવાનો બેલ્ટ નંગ -૧ તેમજ એમ્પલીફાય૨ એક કેબલથી એક મોબાઇલ ફોનમાં કનેક્ટ કરીને ડી.જે.સાઉન્ડ વગાડતા હતા જે ધાબા ઉપર વધુ માણસો ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન નહી કરી ડી.જે.સાઉન્ડ વગાડવા બાબતે પકડાયેલ ઇસમો પાસે ડી.જે.સાઉન્ડ વગાડવા અંગેનું પાસ પરમીટ માંગતા કોઇ ૫રમીટ કે આધાર પુરાવો નહી હોવાનું જણાવેલ જેથી સદર બંન્ને ઇન્સમોએ મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન સોસાયટીના ધાબા ઉપર ડી.જે.સાઉન્ડ વગાડી કેટલાક માણસો બોલાવી નાચગાન કરાવી સોશીયલ ડીસ્ટન્સનું પાલન ન કરી ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરેલ હોય ડિ.જે.સાઉન્ડના આયોજક તથા ડી.જે.ના માલીક વિરુદ્ધમાં કાયદેસ૨ કાર્યવાહી ક૨વામા આવેલ છે. આરોપી ડી.જે પાર્ટી આયોજક મોહમદ સાકી૨ S / O મોહમદ હનીફ મુલ્લા રહે.મુલ્લાવાડ, જલારામ મંદીર સામે, ગોયા બજાર, અંક્લેશ્વર શહેર જી.ભરૂચ, ડી.જે.નો માલીક તુફેલ ઉર્ફે ગોલુ જાકીર હુશેન ગોહીલ ૨હે. મ.નં.૮૦ બાગેફિરદોસ સોસાયટી, ઉમ૨વાડા રોડ, અંકલેશ્વર શહે૨ જી.ભરૂચને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.