અંકલેશ્વર નગરના જીન ફળિયામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાયો હતો. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇની સુચના અનુસંધાને આગામી દિવસોમા આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીજ તુક્કલથી માનવ તેમજ પશુ – પક્ષીઓ, તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય જે બાબતે આવા નુકશાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ કરનારાઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા અંગે મળેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇ. વી.એન.રબારીની સુચના હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદારથી માહીતી મળેલ કે અંકલેશ્વર શહેર જીન ફળિયામાં અજાણ્યો ઇસમ પોતાના ઘરે ચોરી છુપીથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતો હોય જે તપાસ કરતા તેના ઘરના ખુણામાં પડેલ એક પ્લાસ્ટીકના કોથળામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના નાના મોટા બોબીન નંગ -૦૮ મળી આવેલ જે જોતા ૨૫૦૦ વાર ચાઇનીઝ દોરીના બોબીન નંગ -૪ જેના ઉપર જોતા અંગ્રેજીમાં “ મોનો સ્કાય ” લખેલ છે જે એક બોબીનની આશરે કિ.રૂ .૪૦૦ / – લેખે કુલ કિ.રૂ.૧૬૦૦ /- તથા ૫૦૦૦ /- વાર ચાઇનીઝ દોરીના બોબીન નંગ ૦૪ જેના ઉપર અંગ્રેજીમાં ” મોનોફીલ ગોલ્ડ ” લખેલ છે જે એક બોબીનની આશરે કિ.રૂ.૭૦૦ /- લેખે કુલ કિ.રૂ.૨૮૦૦ /- મળી કુલ નાના મોટા બોબીન નંગ -૦૮ ની કિ.રૂ.૪૪૦૦ /- નો મુદ્દામાલ અંગે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે. આ બનાવ અંગે આરોપી પ્રકાશ બાબુભાઇ વસાવા રહે. જીન ફળિયા, અંકલેશ્વર શહેર તા.અંક્લેશ્વર જી.ભરૂચ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ કરી રહી છે.
અંકલેશ્વરના જીન ફળિયામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો.
Advertisement