ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકરાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી મળેલ સૂચનાના આધારે મકરસંક્રાતી તહેવાર અનુસંધાને સ્પેશયલ પ્રોહીબિશન અને જુગાર ડ્રાઇવ રાખવામાં આવેલ હતી જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર જે.એન. ઝાલાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો પ્રોહીબિશન અને જુગાર કેશો શોધી કાઢવા પ્રયત્નશીલ હતી. દરમ્યાન ભરૂચ એલ.સી.બી ની ટીમ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકિકત મળેલ કે અંકલેશ્વર જુની કોલોની ખાતે રહેતો ઉમેશભાઇ મહેશભાઇ વસાવાનાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂનુ વેચાણ કરે છે જે હકિકત આધારે તેમના ઘરે રેઈડ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટનો ઉંચા મુલ્યનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૩૮ કિ. રૂ ૨૧૦૮૦ /- તથા રોકડા રૂપિયા તથા મોબાઇલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ ૫૬,૦૮૦ /- મળી આવેલ જેથી આરોપી ઉમેશભાઇ મહેશભાઇ વસાવા નાઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર જી.આઇ.ડી. સી પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ઉમેશભાઇ મહેશભાઇ વસાવા રહેવાસી, જુનીકોલોની મકાન નં. સી / ૪ ૮૭ અંકલેશ્વર જી.ભરૂચની અટક કરવામાં આવેલ છે જયારે વોન્ટેડ આરોપી તરીકે ગણેશ સાગર વાઇન શોપ અક્ક્લકુવા ( મહારાષ્ટ્ર )ને જાહેર કરવામાં આવેલ છે. આ રેડમાં પકડાયેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બનાવટની બોટલો તથા બીયર ટીન કુલ બોટલ નંગ ૩૮ કિ ૩ ૨૧,૦૮૦, રોકડા રૂપીયા 30000, મોબાઇલ નંગ- ૦૧ કિ. રૂ ૫૦૦૦ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૫૬,૦૮૦ વધુ તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ કરી રહી છે.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી.
Advertisement