Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આઝાદ નગરના એક મકાનમાંથી પરિણીતાનો મૃતદેહ મળતા ચકચાર.

Share

અંકલેશ્વરના આઝાદ નગરના એક મકાનમાંથી એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોય આ મૃતદેહ એક પરિણીતાનો હોય તેમના પતિએ જ હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી છે.

પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ અંકલેશ્વરના આઝાદ નગરમાં રાજપીપળા રોડ ઉપર આવેલ શાંતિનગરમાં આવેલ આદર્શ સોસાયટીમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોબસેરા ખાતુન સદ્દામહુસૈન સમસુલહુંદા (ચૌધરી) તેમના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા છે. મૃતદેહના ગળાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળેલી છે, પોલીસ તપાસમાં પ્રાથમિક અનુમાન ખુલ્યું છે કે પતિએ પત્નીને મુક્કા મારી ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી પરિણીતાને મોતને ઘાટ ઉતારી હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. પતિ સદ્દામહુસૈન સમસુલહુંદા (ચૌધરી) દ્વારા આખરે કયા કારણોસર પત્નીને મોતને ઘાટ ઉતારવામાં આવી તે સહિતની વિગતોનો તાગ મેળવવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કરવા હત્યારા પતિની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. જોકે પત્નીની હત્યા કયા કારણોસર પતિએ કરી છે તે તો પતિની ધરપકડ બાદ જ બહાર આવશે તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલ મોનાપાર્ક સોસાયટીના ત્રણ જેટલા મકાનો ને તસ્કરોએ નિશાન બનાવી તરખાટ મચાવતા ખળભળાટ વ્યાપી ગયો હતો……..

ProudOfGujarat

નેત્રંગ : ચાસવડ ડેરીએ ૮૦૦૦ જેટલા દુધ-ઉત્પાદકોને માસ્ક અને એજન્ટોને સેનીટાઇઝરનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના સિતપોણ, પરીએજ તથા વાગરા તાલુકા સહિતના ગામમાં સીએબી બિલના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!