Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ રાજપીપળા ચોકડી પાસે આજે સવારે એક કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની ઘટનામાં બે મહિલા અને એક યુવાનનું મોત ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બાદ કન્ટેનરનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે થતા પોલીસે સ્થળ પર દોડી જઇ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી. મહત્વનું છે કે ભરૂચ જિલ્લાના હાઇવે ઉપર દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વાહન ચાલકોએ પણ હાઇવે ઉપર તકેદારી રાખીને પસાર થવું જોઈએ તે જ સમયની પણ માંગ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના લિભેટ ગામે વિશ્વ જળ દિવસ નિમિત્તે ડીસીએમ કંપની દ્વારા તળાવનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

મહેમદાવાદ ખાતે દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પાંચમા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કેદી રજા પરથી પરત ન આવતા ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!