કોરોના મહામારીને ધ્યાન મા લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચના તારીખ 03/01/2022 ના પરિપત્ર અનુસાર જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિ 4 થી વધુ નહિ ભેગા કરવા અને સભા સરઘસ જેવા કાર્યક્રમો પર તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૨ સુધી પ્રતિબંધ રાખવામાં આવેલ છે તેવો પરિપત્ર મીડિયા હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં અંકલેશ્વર GIDC સ્થિત D.A આનંદપુરા કલચરલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ ૦૬/૦૧/૨૦૨૨ થી તારીખ ૦૮/૦૧/૨૦૨૨ દરમ્યાન ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 અંકલેશ્વરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં 250 જેટલા ઇન્ડસ્ટ્રીયલ સ્ટોલ રાખવામાં આવશે અને લગભગ અંદાજીત 10000 જેટલા વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ભાગ લે એવું કહેવામાં આવેલ છે. આ કાર્યક્રમની રૂપરેખા ankleshwarExpo ની વેબસાઈટ પર પણ મુકવામાં આવેલ છે.
આ એક્સપોનું આયોજન થશે તો કોરોનાની મહામારીમા અંકલેશ્વર શહેર તેમજ GIDC વિસ્તારમાં કોરોના ઝડપથી ફેલાવવાની શક્યતા હોઈ આ કાર્યક્રમને તાત્કાલિક પરવાનગી રદ કરી જાહેરનામાનો અમલ યોગ્ય રીતે થાય અને અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના નાગરિકોના સ્વાસ્થ્યને લઇ નક્કર પગલાં લેવાઈ તેવી માંગણી સાથે આજરોજ અંકલેશ્વર કોંગ્રેસના યુવા પ્રમુખ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.