Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી માં ભંયકર દુર્ઘટના : 4 કામદારોના મોત નિપજ્યા.

Share

આજે તા. 5/1/22 ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અત્યંત ભંયકર ઘટના અને હોનારત સર્જાઈ હતી જેમાં 4 કામદારોના મોત નિપજ્યા હતાં.

અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશયી થઇ હોવાની વિગતો જાણવા મળી રહી છે, કડાકાભેર દીવાલ ધરાશાઈ થતા અફરાતફરીનુ વાતાવરણ ફેલાઈ ગયું હતું. કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન હોનારત સર્જાઈ હતી. કંપનીની દીવાલનું બાંધકામ કરાતું હતું ત્યારે રહસ્યમય સંજોગોમાં આ દીવાલ ધરાશાયી થઈ હતી જેના કાટમાળમાં 4 કામદારો દટાય જતાં તેમણે ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ઇજાના પગલે કામદારોના સ્થળ પર મોત નીપજયાં હતા. જયારે 2 કામદારોને ઇજા થતાં તેમણે સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. 4 કામદારોના કુટુંબીજનોમાં શોકની લાગણી ફેલાય ગઈ હતી. આ ઘટના બનતા જ અંકલેશ્વર જીઆઇડીસી અને આજુબાજુના વિસ્તારના કામદારો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કામદારોમાં દેખીતી રીતે આક્રોશની લાગણી ફેલાય ગઈ હતી. દીવાલનું બાંધકામ ચાલતું હતું ત્યારે દીવાલ ક્યાં સંજોગોમાં અને ક્યાં કારણોસર ધરાશાયી થઈ તે તપાસનો વિષય બની ગયો છે. એટલું જ નહીં પરંતુ કંપનીને દીવાલ બાંધવાની પરવાનગી કોને આપી હતી અને દીવાલના બાંધકામ અંગે કોણ દેખરેખ રાખી રહ્યું હતું તે પણ તપાસનો વિષય બની ગયો છે તો બીજી તરફ મળતી માહિતી મુજબ દીવાલ બાંધનાર મુખ્ય કોન્ટ્રાકટર કોઈ બીજા હતા જ્યારે પેટા કોન્ટ્રાકટર અને સબ કોન્ટ્રાકટરના કામદારો દીવાલ બાંધી રહ્યા હતા. જોકે આ બધી બાબતો તપાસનો વિષય બની ગયેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ટેકનોલોજીથી વંચિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શેરી શિક્ષણ આશિર્વાદ સમાન..!

ProudOfGujarat

રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડને લગતું ખાનગી સભ્યનું બિલ રજૂ થયું , ભારે હોબાળો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે સેનામાંથી ફરજ બજાવી ઘરે આવેલ જવાનનું ગ્રામજનોએ સ્વાગત કર્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!