અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા નવા દીવા ખાતે મોબાઈલ સાયન્સ લેબ, અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટીકલ લીમીટેડ અંકલેશ્વરનાં સહયોગથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા બાળકોમાં રહેલી જીજ્ઞાસા વૃતિમાં વધારો થાય તેમજ વિજ્ઞાન પ્રત્યે રસ રૂચી કેળવાય તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી ખુબ જ સરસ રીતે વિજ્ઞાન મોડલ થીમ ઉપર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં કોવીડ ૧૯ ની SOP નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. નવા દીવા ગામનાં સરપંચ લક્ષ્મણભાઈ વસાવા દ્વારા વિજ્ઞાન મેળાને ખુલ્લો મુક્યો હતો. આ કાર્યક્રમમાં સ્કુલ ઇન્સ્પેકટરો, SMC અધ્યક્ષા રેખાબેન, આચાર્ય હિતેન્દ્રભાઈ પરમાર, શાળાનાં શિક્ષકો તથા બાળવૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિજ્ઞાનમેળામાં શાળાના ૪૦૦ બાળકો ઉપરાંત આજુબાજુની શાળાનાં ૨૦૦ બાળકો તથા શિક્ષકો દ્વારા પણ લાભ લઇ પ્રદર્શન નિહાળ્યું હતું. તથા શાળામાં લાઈફ સ્કિલ મેળા, આનંદ મેળો તથા ગિજુભાઈ બધેકા બાળમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પણ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
અંકલેશ્વરની પ્રાથમિક શાળા નવાદીવા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો.
Advertisement