કોરોના મહામારીને લઇ સમગ્ર વિશ્વના અનેક દેશો છેલ્લા ૨ વર્ષથી લડત લડી રહ્યા છે, ભારતમાં પણ કોરોનાના લાખો કેસો નોંધાયા તેમજ અનેક લોકોના મોત પણ નિપજ્યા હતા, તેવામાં સરકાર દ્વારા વેકશીન જાહેર કરવામાં આવતા લોકોમાં કોરોનાના ભય વચ્ચે રાહત મળી હતી, સમગ્ર દેશમાં અત્યાર સુધી કરોડો લોકોએ વેકશીનના બંને ડોઝ લઇ કોરોના જેવી ઘાતક બીમારી સામે જાગૃતિ દર્શાવી લડત આપી છે,
ભરૂચ જિલ્લામાં પણ અનેક લોકોએ અત્યાર સુધી કોરોના વેકશીનના બંને ડોઝ લઈ લીધા છે અને નથી લીધા તેઓ માટે વહીવટી તંત્ર વેકશીનેશન કેમ્પ થકી વેકશીનના ડોઝ આપી રહ્યા છે, તે વચ્ચે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાની અનોખી કામગીરી સામે આવી હતી, અંકલેશ્વરમાં બે જેટલા વય વૃધ્ધ કે જે ઓ વેકશીનેશન સેન્ટર સુધી પણ નથી જઈ શકતા તેઓ માટે પાલીકા પ્રમુખે વેકશીનના ડોઝ મૂકવાની પહેલ કરી હતી.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તેમજ અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી ચાલતી ડોર ટુ ડોર વેક્સિનેશન વાન દ્વારા આજે એવા વૃદ્ધ બે વ્યક્તિ જેઓથી વેક્સિન લેવા વેક્સિનેશન કેન્દ્ર પર જઈ શકાતું ન હતું. જેની જાણ પાલીકા પ્રમુખને થતા તેઓએ વેકશીનેશન વાન સાથે તેમના ઘરે જઈને બન્ને વૃદ્ધ વ્યક્તિઓનું વેક્સિનેશન કરાવ્યુ હતું.