અંકલેશ્વરમાં અનેક પ્રકારની વિવિધ કેમિકલની કંપનીઓ આવેલ છે જેના કારણે અવારનવાર શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાતું હોય છે. અંકલેશ્વરમાં હવાનો AQI 300 ને પાર કરી જતા અંકલેશ્વરની હવા અત્યંત નીચા લેવલમાં આવી ગઈ હતી. આખરે વાયુ પ્રદુષણ કોણ ફેલાવી રહ્યું છે? તેવા અનેક પ્રશ્નો સર્જાયા છે. અંકલેશ્વરમાં જીપીસીબીના એક્શન પ્લાન પણ અમલમાં છે તેમ છતાં જીપીસીબીની મોનીટરીંગ ટીમ અને NCT ની મોનીટરીંગ ટીમ શું ખરેખર પોતાનું કાર્ય કરે છે? તેવા અનેક સવાલો અહીં ઉઠયા છે કેમ વાયુ પ્રદૂષણ કંટ્રોલમાં રહેતું નથી?? વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે ગુનેગાર કોણ છે ? અને વાયુ પ્રદૂષણ ન ફેલાય તેની જવાબદારી કોની છે ???
Advertisement