બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ મોટાલી બ્રિજ પાસે અજાણી ટ્રકે મોટરસાયકલ સવાર પરિવારે અડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં ઘટના સ્થળે જ માતા અને બાળક નું મોત નીપજ્યું હતું તેમજ એક વ્યક્તિ ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા ….
અચાનક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે એક સમયે સ્થળ ઉપર ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો અને લોકો ચર્ચા પ્રમાણે ટ્રકે મોટરસાયકલ સવાર ને ટક્કર મારતા સમગ્ર અકસ્માત સર્જાયો હોય તેમ લાગી રહ્યું છે જોકે ઘટના સ્થળ ઉપર થી આ અજાણ્યો વાહન ચાલક ઘટના બાદ વાહન લઇ ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.



