Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અગાઉ સ્ટેટ વિજિલન્સનો સપાટો, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો.

Share

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી પાસેના રસ્તાની બાજુમાં કન્ટેન્ટરમાં ભરી લાવી રાત્રીના અંધારાનો લાભ લઇ બુટલેગરો દ્વારા વિદેશી શરાબનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સના કર્મીઓએ દોડી જઈ ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો નાની કુલ ૧૫૭૨૦ ટીન તેમજ મોટી કાંચની બોટલો સહિતનો મુદ્દામાલ મળી કુલ ૩૨ લાખ ૮૮ હજાર ૧૩૦ ના મુદ્દામાલને ઝડપી પાડ્યો પાડ્યો હતો.

ગોવાથી કન્ટેન્ટર નંબર HR-45-C 8419 માં અંકલેશ્વર ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે મૂળ રાજેસ્થાનના ઝુનઝૂન જિલ્લાના વતની રાકેશ ભોલારામ જાટ તેમજ રાજેન્દ્ર બીરબલ જાટ નામના ઈસમો ગોવાથી નાસતા ફરતા વિક્રમસિંગ પાસેથી આ જથ્થો ભરી લાવી અંકલેશ્વર ખાતે કટિંગ કરતા હતા તે દરમિયાન પોલીસે દરોડા પાડી સમગ્ર મુદ્દામાલને કબ્જે કર્યો હતો, હાલ પોલીસે ગુનો નોંધી અંકલેશ્વરમાં દારૂ મંગાવનાર ઇસમોની પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

મહત્વની બાબત છે કે આવતી કાલે રાજ્યમાં અને ખાસ કરી ભરૂચ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવા જઈ રહી છે તે પૂર્વે આટલી મોટી માત્રમાં શરાબનો જથ્થો તે પણ સ્ટેટ વિજિલન્સના હાથે ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે તેમજ મામલા બાદ નશાનો વેપલો કરતા તત્વોમાં પણ ચકચાર મચ્યો છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ તાલુકાનાં કડીપાણી ગામમાં વીજનો થાંભલો પડી ગયાના ૭ દિવસ બાદ ગ્રામજનોએ જાતે વિજપોલ ઊભો કર્યો.

ProudOfGujarat

ગણતરીના કલાકોમા માંડવા-મુલદ ટોલ નાકા ખાતે થયેલ ધાડ ના આરોપીને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ

ProudOfGujarat

કેલોદ ગામના ખેડૂત ખાતેદારોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!