અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની બિનહરીફ વરણી કરવામાં આવી છે. સાત ઉમેદવારો એ ઉમેદવારી પત્રો ભર્યા હતા જોકે સામે કોઈ ઉમેદવારી પત્રો ન ભરાતા સાત ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
ગુજરાત બાર કાઉન્સિલની સૂચના મુજબ બાર કાઉન્સિલની ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં વકીલ મતદારો પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દાઓ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની 2022 ની ચૂંટણીમાં કુલ સાત ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા તો આ ઉમેદવારો સામે કોઈ ઉમેદવારીપત્રો ન ભરાતા આ સાત ઉમેદવારોને ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા વકીલ મંડળના પ્રમુખ તરીકે મોહંમદ રહીશ મોહંમદ હુશેન સૂફી, ઉપપ્રમુખ તરીકે કમલેશ ઝવેરીલાલ મોદી, ઉપપ્રમુખ અનંત આનંદ પોખરિયાલ, સેક્રેટરી તરીકે ઈમ્તિયાઝુદ્દીન ગ્યાસુદ્દીન શેખ, જોઈન્ટ સેક્રેટરી તરીકે નીતિન ઈશ્વરલાલ વકીલ, ખજાનચી તરીકે પરેશ ઉત્તમ પરમાર અને લાઇબ્રેરીયનમાં શૈલેષ ઈશ્વરલાલ ભગતની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ તમામ વિજેતાઓને ઉપસ્થિત વકીલોએ સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.
અંકલેશ્વર તાલુકા વકીલ મંડળનાં હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી.
Advertisement