અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા જે.બી. કેમીકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના સહયોગથી ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકાની 40 જેટલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિમાં વધારો થાય તેમજ વિજ્ઞાન પ્રત્યે રસ, રૂચિ કેળવાય તે હેતુથી બે મોબાઈલ વાન “સાયન્સ ઓન વ્હીલ લેબ (મોબાઇલ સાયન્સ લેબ)” ની લોકાપૅણ વિધિ પ્રાથમિક શાળા, પીરામણ ખાતેથી કરવામાં આવી. કાયૅક્મની શરૂઆત પ્રાથૅનાથી કરવામાં આવી.
લોકાપૅણ વિધિ માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એન. ડી. પટેલ મેડમ, નાયબ dpeo જયદીપ મકવાણા જે.બી કેમિકલ્સ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી સાહેબે રીબીન છોડી અને ગ્રીન ફ્લેગ બતાવી લોકાર્પણ કરવામા આવ્યુ. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ લેબના ઉપયોગથી છેવાડાના ગામડાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાશે અને તેમનામાં વિજ્ઞાન પ્રત્યેનું વલણ કેળવાશે તેમ જણાવ્યું હતું. ભરતભાઈ ધાનાણીએ મોબાઇલ સાયન્સ લેબ અંક્લેશ્વરના વિદ્યાર્થીઓને ખુબ ઉપયોગી નીવડશે અને ભવિષ્યના વૈજ્ઞાનિકો બને તેમ જણાવ્યું. જ્યારે રીજનલ મેનેજર નિમેશભાઇ પટેલ દ્વારા મોબાઇલ સાયન્સ લેબના કાયૅની રૂપરેખા આપવામાં આવી.
આ લોકાપૅણ વિધિ બાદ શાળાના વિદ્યાર્થીઓએ પધારેલ મહેમાનોને પ્રયોગ નિદશૅન કરાવ્યુ. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યના સુભગ સમન્વય એવા ટીમવકૅનો પધારેલ મહેમાનો દ્વારા બિરદાવવામાં આવ્યુ. શાળાના વિદ્યાર્થીઓએ પધારેલ મહેમાનોને શાળાનુ નિદશૅન કરાવવામાં આવ્યુ. આ કાયૅક્રમમાં ઝગડીયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેન વટાણાવાળાએ પ્રેરક હાજરી આપી. જે. બી. કેમીકલ્સ અને ફાર્માસ્યુટિકલ, એચ. આર. હેડ ભરતસિંહ પરમાર તેમજ અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના રીજનલ મેનેજર તથા તેમની ટીમ અને મહાનુભાવોની ઉપસ્થિતિ અને શાળાના ટીમવકેૅ આ કાયૅક્રમને સફળ બનાવ્યો.
અંકલેશ્વર : મોબાઇલ સાયન્સ લેબનું પ્રાથમિક શાળા પીરામણ ખાતે લોકાપૅણ કરાયું.
Advertisement