Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકામાં ૧૨૧ સેન્ટરો પર મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શહેર, ગ્રામ્ય અને જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારોમાં ૧૨૧ જેટલા સેન્ટરો પર મેગા વેક્સિનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને કોરોના વાયરસની સામે સુરક્ષા આપવા માટે વારંવાર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેનો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.

આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વર શહેર, જીઆઈડીસી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૧૨૧ જેટલા સેન્ટરો ઉભા કરી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોબાઈલ ટીમો દ્વારા પણ અંકલેશ્વર તાલુકામાં વેક્સિનનો ડોઝ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. યુવા અન્ન સ્ટોપેબલ સંસ્થા દ્વારા વેક્સિનનો ડોઝ લેનાર વ્યક્તિને વિનામૂલ્યે એક લિટર ખાદ્યતેલનું વિતરણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું હતું. આ વેળાએ પ્રાંત અધિકારી રમેશભાઈ ભગોરા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી સુશાંત કઠોરવાલા, નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા, આગેવાન પદાધિકારીઓ સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આજે અંકલેશ્વર તાલુકામાં યોજાયેલા મેગા વેક્સિન ડ્રાઈવમાં તાલુકાના ૧૨૧ જેટલા સેન્ટરોમાં સાંજે ૦૫:૦૦ કલાક સુધીમા ૧૮૬૧૮ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તે સાથે સમગ્ર ભરૂચ જિલ્લામાં સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં ૨૩૫૮૨ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચનાં નર્મદા ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો…

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલ એકતા રેલીનું નબીપુર પોલીસ દ્વારા સ્વાગત કરાયું.

ProudOfGujarat

સુરત જીલ્લાનાં બારડોલી તાલુકા મથકે મૈસુરીયા સમાજની વાડી ખાતે કોવીડ-19 અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ વિના મુલ્યે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!