Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં ડોર ટુ ડોર મોબાઈલ વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં લોકોને ઘરઆંગણે કોવિડ વેક્સીન મળી રહે અને શહેરના તમામ લોકોનું વેક્સિનેશન થાય તે માટે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, તાલુકા આરોગ્ય વિભાગ અને નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે ડોર ટુ ડોર મોબાઈલ વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહી મોબાઈલવાનને પ્રસ્થાન કરાવ્યું હતું.

અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ, નગર પાલિકા અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે લોકોને ઘર આંગણે કોવિડ વેક્સીન મળી રહે અને ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે એક ભગીરથ કાર્ય દ્વારા ડોર ટુ ડોર વેક્સિનેશન મોબાઈલવાન દ્વારા કોવિડ વેક્સીનેશન અભિયાન હાથ ધર્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી રમેશભાઈ ભગોરા, નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી સુશાંત કઠોરવાલા, રોટરી ક્લબના જીગ્નેશ પટેલ અને અશોક પંજવાણી સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ અને નગર પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

તળાજા બેંક ઓફ બરોડામાંથી રૂ.૫૦ હજાર ભરેલો થેલો ઉઠાવી ગઠીયો ફરાર..

ProudOfGujarat

અંકલેશ્વરમાં ક્રેડિટ કાર્ડનો પિન મેળવી ગઠિયો 30 હજારની છેતરપિંડી કરી ફરાર.

ProudOfGujarat

નડિયાદ કપડવંજ રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!