અંકલેશ્વર નજીક આવેલ પાનોલી GIDC માં પણ વિવિધ કંપનીઓમાં અકસ્માતના બનાવો ઉપરાછાપરી બની રહ્યા છે. જેમાં કામદારોના જીવ જતાં હોવા છતાં ફેકટરી ઈન્સ્પેકટરો અને તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. કંપનીઓ દ્વારા ખર્ચ બચાવવા માટે વિવિધ ઉપાયો કરવા જતાં કામદારોના જીવ જઈ રહ્યા છે. જેમ કે ગતરોજ રાત્રિના બે વાગ્યાના સુમારે પાનોલી GIDC માં આવેલ આર પી ઇન્ડસ્ટ્રીઝમાં રિએકટર અચાનક ગરમ થઈ જતાં રિએકટર ફાટયું હતું પરિણામે એક કામદારનું સ્થળ પર મોત નીપજયું હતું જયારે પાંચ કામદારોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ બનતા કામદારોમાં રોષની લાગણી ફેલાય ગઈ હતી. બનાવમાં મોત પામનાર કમદારનું નામ સંતોષ રતન લખન પાટીલ, ઉં.વ.25, રહે.હાલ સંજાલી, મૂળ રહે. યુ.પી.બિહાર હોવાનું અંકલેશ્વર રૂરલ પોલીસે જણાવ્યુ હતું. જે અંગે જાહેરાત આપનાર મગન ઉપેન્દ્ર ઠાકોર રહે.સંજાલી છે. જયારે અન્ય પાંચ કામદારોને ઇજા પહોંચી હતી જેમને સારવાર અર્થે હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં રિએકટરમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, પાંચને ઇજા.
Advertisement