અંકલેશ્વર ખાતે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી વમળ નાથ સેવા ટ્રસ્ટ દ્વારા કોલેજનો પ્રારંભ પૂર્વ ધારાસભ્ય સ્વ. ઠાકોરભાઈ પટેલના નામથી શરૂ કરાઈ છે. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, ઝગડિયા અને વાલીયા સહિતના તાલુકા વિદ્યાર્થીઓ માટે આર્શિવાદ રૂપ બનશે. પિતાના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયાસ હોવાનું કોલેજના સ્થાપક અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ એ જણાવ્યું હતું તેમજ કોલેજ દક્ષિણ ગુજરાતની અગ્રણી કોલેજ બની રહેશે તેમ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ એ જણાવ્યું હતું.
અંકલેશ્વર ખાતે બંધ થવા પહોંચેલી કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને સ્થાનિક વિદ્યાર્થીઓના હિતમાં કાર્યરત શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા ટેક ઓવર કરી ટ્રસ્ટમાં સામેલ કરી શ્રી ઠાકોરભાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો પ્રારંભ તકતી અનાવરણ કરી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભા નાયબ દંડક દુષ્યંત પટેલ, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય અરુણસિહ રણા, વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોર સિંહ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ભરત પટેલ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ અનિલ પટેલ સહિત કોલેજ ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ઉદ્ઘાટન કરાયું.
Advertisement