અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં આવેલ જેટકો કંપનીના ૬૫ કેવી સબ સ્ટેશનમાંથી ગત તસ્કરોએ રૂ.૪ લાખ ઉપરાંતની મત્તાની ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના સજોદની સીમમાં જેટકો કંપની દ્વારા બનાવવામાં આવેલ ૬૬ કેવી સબસ્ટેશનના દિવાલવાળા કંમ્પાઉન્ડમાં કોઇ ચોર ઇસમોએ પ્રવેશ કરી સબ સ્ટેશનમાંથી આઇસોલેટર બ્લેડો ૧૨૫૦ એ, મુવીંગ પાર્ટ જેની એક નંગની કિંમત રૂપિયા ૧૭,૭૬૬ થાય છે તેવી કુલ ૨૪ નંગ બ્લેડ કુલ કિંમત રૂપિયા ૪,૨૬,૩૪૮ તથા આઇસોલેટર બ્લેડ ૨૦૦૦ એ, મુવીંગ પાર્ટ નંગ ૩ જેની એકની કિંમત રૂપિયા ૨૨,૦૦૦ લેખે કુલ રૂપિયા ૬૬,૦૦૦ અને કોપરના ફ્લેક્જીલ જંમ્પર નંગ ૨ જેની એકની કિંમત રૂપિયા ૧૫૦૦ લેખે કુલ રૂપિયા ૩૦૦૦ મળી કુલ રૂપિયા ૪,૯૫,૮૩૪ ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ચોરી કરનાર અજાણ્યા ઇસમોનું પગેરું શોધવા આગળની કાર્યવાહી હાથધરી છે.