Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામે છોકરી બાબતની તકરાર બની લોહીયાળ, યુવાન પર ચપ્પુના ઘા ઝિંકતા મોત.

Share

અંકલેશ્વરના કાપોદ્રા ગામે ૨૫ વર્ષીય યુવાન સાથે છોકરી સાથે પ્રેમ છે ની શંકાએ થયેલ બોલાચાલીમાં યુવાન પર ૭ જેટલા ઇસમોએ ચપ્પુ વડે હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વરના મૂળ રવિદ્રા ગામનો રહેવાસી અને કાપોદ્રા ગામે ભાડાના મકાનમાં રહી નોકરી કરતા ૨૫ વર્ષીય યુવાન સંજય શાંતીલાલ વસાવા આજે સાંજે નોકરી ઉપરથી આવી ઘરે જમીને માવો ખાવા પાનના ગલ્લે ગયો હતો. જ્યાંથી પરત આવી ઘરમાં બેઠો હતો. ત્યારે અચાનક ગામના જ સોહીલભાઇ, હરેશ દશરથ, સોમા દશરથ, મયુદ્દીન સલીમ, સતીષ વિજયાભાઇ, સુનીલ ઉસ્તાક અને કેસુર અરવિંદના કુલ ૭ જેટલા લોકોએ ભેગા મળી સંજયના ઘરે ધસી આવી સંજય સાથે ૧ વર્ષ પૂર્વે થયેલ છોકરી બાબતે ઝઘડાની રીશે ફરી બોલાચાલી કરી હતી.

Advertisement

આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સાતે જણાએ ભેગા મળી ઉશ્કેરાઇ જઈને સંજય કંઇ સમજે તે પહેલા જ તેના માથામાં ઇંટ મારી સાથે ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝિંકી દીધા હતા અને ત્યારબાદ સંજયને બહાર ફેંકી સંજયના ઘરનાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સંજયને ગંભીર ઇજાઓ પહોંચતા તેના ઘરના લોકોએ તેને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલ લાવ્યા હતા. જ્યાં હાજર તબીબે સંજયને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ભરૂચ સિવિલ હોસ્પીટલમાંથી વર્ધી જતા અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે પડેલ ખાડાઓથી પ્રજા ત્રસ્ત.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર નું આવતી કાલે ભરૂચ ના માર્ગો પર શક્તિ પ્રદશન,પંજાબ ના મુખ્ય મંત્રી સહિત ના દિગ્ગજો ચૈતર વસાવા સાથે દિગ્ગજનેતાઓ હાજરી આપશે

ProudOfGujarat

કરજણના ગામેઠા ગામની સીમમાં આવેલી હજરત શહીદ દુધિયા પીર બાવાની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!