અંકલેશ્વરના રામકુંડ તીર્થ ધામ ખાતે હાલ 1400 થી વધુ નર્મદા પરિક્રમાવાસીઓને અટકાવવામાં આવ્યા છે અને પરિક્રમા વાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા ભોજન સહીતની સુવિધાઓ પુરી પાડી રહ્યા છે સાથે અન્ય સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠંડીથી બચવા ધાબળા તેમજ દવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
માવઠાંના પગલે અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પાવન સલિલા માઁ નર્મદાની પરિક્રમાએ નીકળેલા પરિક્રમાવાસીઓને અટકાવવામાં આવ્યા છે. જોકે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુ દ્વારા રોકવામાં આવેલ 1400 જેટલા પરિક્રમાવાસીઓને સવારના નાસ્તાથી લઈ બપોરના અને રાતના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એમના માટે મદદની અપીલ કરતાં જ અંકલેશ્વર ખાતે કાર્યરત સ્વયં જેવી સંસ્થાઓ તેમની મદદે આવી છે. અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પવન સાથેની ઠંડીથી બચવા માટે પરિક્રમાવાસીઓ માટે ૫૦૦ જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું
તેમજ તેમના આરોગ્યની ચિંતા કરી રોટરી ક્લબ દ્વારા મેડીસીન દવા અને સ્પ્રેની પણ મદદ આપવામાં આવી હતી. જોકે હાલ માં નર્મદા પરિક્રમા વાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે તમામ દાતાઓને પણ રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ દ્વારા પરિક્રમાવાસીઓ માટે શક્ય એટલી સહાય પૂરી પાડવામાં આવે તેવી અપીલ કરી છે.
અંકલેશ્વરના રામકુંડ ખાતે પરિક્રમાવાસીઓ વ્હારે સ્વયંસેવી સંસ્થાઓ આવી.
Advertisement