સમગ્ર ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની માસ્તર પેનલના સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ગ્રામપંચાયતની ચૂંટણીમાં પક્ષો સીધે સીધા નથી જોડતા પરંતુ જે ઉમેદવારો જીતે છે તે કયા પક્ષના સમર્થક છે તે ખુબ અગત્યતા ધરાવે છે. ગડખોલ ગ્રામ પંચાયતમાં છેલ્લા ૨૫ વર્ષથી આ પેનલ જીતતી આવી છે ત્યારે આ વખતે પણ આ જ પેનલ ઉપર મતદારોનો ઝોક હશે તેવો આશાવાદ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.
ત્યારે આ વર્ષે પણ ગડખોલમાં લોકો માસ્તર પેનલના ઉમેદવારોને ચૂંટી કાઢે છે કે કેમ તે જોવું રહ્યું. આ વર્ષે પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં માસ્તર પેનલના ઉમેદવારો જેમાં મંજુલાબેન પટેલ જો છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં કાર્યરત છે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ વર્ષે પણ ગડખોલ ગ્રામ પંચાયતમાં માસ્તર પેનલના ઉમેદવારોએ દાવેદારી ફોર્મ ભરતી વખતે જણાવ્યું છે કે લાઈટ, ગટર પાણીની વ્યવસ્થા તેમજ આગામી સમયમાં મીઠા પાણીની યોજના, વેરાની માફી અને સીસીટીવી ફૂટેજ સહિતની બાબતોનો તેમણે ફોર્મ ભરતી વખતે ઉલ્લેખ કર્યો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર