લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઉદ્યોગકારો અવારનવાર પ્રદૂષિત પાણી છોડે છે પરંતુ જાડી ચામડીના સત્તાધીશો દ્વારા ખાનગી ઉદ્યોગોનાં માત્ર નમુના લેવામાં આવે છે ત્યારબાદ જૈસે થે તેવી સ્થિતિ સર્જાઈ છે. કમોસમી વરસાદ પડતાંજ ફરી એક વખત ખાનગી સંસ્થાઓ દ્વારા પ્રદૂષિત પાણીને નદી નાળામાં છોડવામાં આવ્યું હતું જેના પગલે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા હોય તેવા આક્ષેપો અહીંના સ્થાનિક રહેવાસીઓએ કર્યા છે.
અંકલેશ્વર ખાતે આવેલ આમલાખાડી પિરામણ પાસે આવેલ સી પંપીંગ સ્ટેશન પાસે પ્રદૂષિત પાણી છેલ્લા ઘણા દિવસોથી ખુલ્લામાં વહી રહ્યું છે. જીવસૃષ્ટિને નુકસાન થઈ રહ્યું હોવાના ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે જમ આવી રહ્યા છે. જે જીપીસીબી તેમજ એન સી ટી એલ ને કડક સૂચનાઓ આપવા છતાં પણ આ પ્રદુષિત પાણી હાલમાં વહી રહ્યું હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થવા પામ્યા છે. એ નોંધવું ઘટે છે કે મોનીટરીંગ માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે પરંતુ આ સીસીટીવી કેમેરામાં દેખાઈ દેતા પ્રદૂષિત પાણીના નમૂના લેવાયા છે કે કેમ એ પણ એક પ્રશ્ન બની રહ્યો છે. આવા ઉદ્યોગો સામે કડક પગલાં ભરવામાં આવે તો આ પ્રદુષિત પાણી રોકી શકાય એમ છે પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આંખ આડા કાન કરતું હોય એવું લાગી રહ્યું છે. આ અંગે ઉચ્ચસ્તરે રજૂઆત કરી યુધ્ધના ધોરણે પાણીને જ કાયમ માટે જ નિકાલ કરવા બંધ કરવાની તાકીદ હાથ ધરાય તેવી જરૂરિયાત વર્તાઇ રહી છે. ઉદ્યોગકારો દ્વારા વરસાદ પડતાની સાથે જ પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે કેટલાય સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રદુષિત પાણી ન છોડવા માટે વિવિધ લાગતી વળગતી કચેરીઓ ખાતે રજૂઆતો કરવા છતાં પણ કોઇને ગાંઠતા નથી.
મુકેશ વસાવા : અંકલેશ્વર