અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી નિર્માણ થનાર પહેલા કરેલ માર્ગની સાફ સફાઈની કામગીરીનું અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દ્વારા સ્થળ પર જઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ટૂંક સમય પહેલાં જ રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી નિર્માણ પામનાર માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યાં ગતરાત્રીના રોજ કોન્ટ્રાક્ટર દ્વારા સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ માર્ગનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે જે સાફ-સફાઈની કામગીરી વિશે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ જાત નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરોને યોગ્ય સલાહ સૂચન આપ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement