જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ ઓફ એકસેલન્સ અંતગૅત માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા દર મહિનાના બીજા અને ચોથા શનિવારે કરવાની સહઅભ્યાસિક પ્રવૃતિમાં તા. ૨૭/૧૧/૨૦૨૧ ને શનિવારના રોજ શાળાના વિદ્યાર્થીઓએ ટીમવકૅથી કાયૅ કરી શકાય એ હેતુસર “વગૅ સુશોભન પ્રવૃતિ” નુ આયોજન કરવામાં આવ્યું. આ પ્રવૃતિમાં જનજાગૃતિ આધારિત વિવિધ થીમ જેવી કે કોવિડ-૧૯, હોમલનિઁગ, ફેસ ટુ ફેસ એજ્યુકેશન તેમજ મતદાર જાગૃતિ તથા મેગા રસીકરણ કેમ્પ વિષય પર વગૅ સુશોભન કાયૅ કરવામાં આવ્યુ.
આ કાયૅમાં હાઉસના ટીમ લીડર અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ વગૅ સુશોભનની પ્રવૃતિ કરી જનજાગૃતિના આ અભિયાનમાં એસ. એમ. સી તથા વાલીઓને પણ સાંકળવામા આવ્યા. થીમ આધારિત પ્રવૃતિ કરવાનો હેતુ મતદાન જાગૃતિ લાવવાનો તેમજ કોરોનાથી બચવા રસીકરણ જરૂરી હોય મેગા રસીકરણ કેમ્પમાં હાજર રહી અંકલેશ્વર તાલુકાના જનસમુદાયને તા.૨૯/૧૧/૨૦૨૧ ને સોમવારના રોજ યોજાનાર વેક્સિનેશન કેમ્પ વિશે જાગૃત કરી રસી લેવાનો છે. આચાયૅ દ્વારા વગૅ સુશોભનમાં સુંદર કાયૅ કરનાર જે તે હાઉસના ટીમ લીડર તેમજ તેની સાથે જોડાયેલા બાળકોને નંબર તેમજ પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા. શાળા પરિવાર તથા એસ. એમ. સી પરિવાર સંયુક્ત પ્રયાસથી આ કાયૅક્રમને સફળ બનાવવામાં આવ્યો.
અંકલેશ્વર : પ્રાથમિક શાળા પીરામણમાં વર્ગ સુશોભન સ્પર્ધા યોજાઇ.
Advertisement