અંકલેશ્વર તાલુકાનાં દઢાલ ગામ નજીક ગ્રીન વેલી, સનસિટી સહિતની સોસાયટીના બિલ્ડરોએ પોતાની મનમાંની ચલાવી ગામની ખાડીમાં જ સોસાયટીઓની ડ્રેનેજ લાઇન જોડી દૂષિત પાણીનું નિકાલ કરી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ છે જે સ્થળે પાણી છોડવામાં આવે છે ત્યાં આદિવાસી સમાજના લોકોનું સ્મશાન પણ આવેલું છે. આદિવાસી સમાજના લોકો અંતિમ ક્રિયા પૂર્ણ કર્યા બાદ ખાડીમાં સ્નાન કરતાં હોય છે પરંતુ ગટરનું દૂષિત પાણી ખાડીમાં ભળતા ખાડી પણ દૂષિત બની છે જેને પગલે વર્ષોથી ખાડીના પાણીનો પીવા માટે ઉપયોગ કરતાં હતા જે પાણી હાલ પીવાલાયક નહિ રહેતા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે.
તાજેતરમાં ખાડીનું દૂષિત પાણી અંગે સરકાર માન્ય ટેસ્ટિંગ લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલતા લેબોરેટરીનો રિપોર્ટમાં પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો આવ્યો છે ત્યારે આ અંગે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી બેજવાબદાર બિલ્ડરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સાથે ગટરના પાણીનો ખાડીમાં થતો નિકાલ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ કરી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક સોસાયટીઓની ડ્રેનેજ લાઇન ગામની ખાડીમાં જોડી દૂષિત પાણી નિકાલ કરતાં સ્થાનિક લોકોમાં રોષ…
Advertisement