અંકલેશ્વરમાં નિર્માણ પામેલ સુરવાડી બ્રિજથી ચૌટાનાકા તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. હાલ 6 મહિના અગાઉ જ સુરવાડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે બાદ તેની આસપાસમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા છે જેને લઈને લોકોને હાલાકી વેઠવી પડે છે.
તે સાથે ચોમાસામાં ખાબકેલ ભારે વરસાદને પગલે અંકલેશ્વર પંથકના અનેક માર્ગો બિસ્માર બન્યા છે જેને પગલે વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં નિર્માણ પામેલ સુરવાડી બ્રિજ ગડખોડ-ચૌટાનાકાને જોડતો અત્યંત મહત્વનો માર્ગ છે જેથી સવારથી લઈને રાત્રિ સુધી સતત વાહનોનું આવનજાવન ચાલુ જ રહેતું હોય છે. જે માર્ગ ચોમાસાથી અત્યાર સુધી બિસ્માર છે, માર્ગ બિસ્માર બનવાથી અનેક અકસ્માતોની ઘટનાઓ પર સામે આવી છે રોજે રોજ હજારો વાહનોની અવરજવર વચ્ચે માર્ગ ખખડધજ બનતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ વહેલી તકે આ માર્ગની કાયાપલટ કરે તેવી લોક માંગ ઉઠી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર