અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં બિનઅધિકૃત રીતે ડિસ્ચાર્જ કરતા ઝડપાઈ જવા પામી હતી. અંકલેશ્વર NCTL ની મોનીટંરીગ ટીમ એ ઝડપી પાડી જીપીસીબી જાણ કરી હતી. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી વડી કચેરીએ રિપોર્ટ કર્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં પસાર થતી ખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે જેથી જળ પ્રદૂષણ વધી રહ્યું છે અને જલચરોને પણ નુકસાન થઈ રહ્યું છે. ગત રાત્રીના અંકલેશ્વર એન.સી.ટી ની ટીમ દ્વારા ખાડી વિસ્તારમાં પ્રદુષિત પાણી ખાડીમાં વહેતા નજરે પડતા તે તરફ સર્ચ કરતા પ્લોટ નંબર 7517 પર કેસા કલર કેમ કંપનીમાંથી પ્રદુષિત પાણી ખાડીમાં છોડાતું હોવાનું સામે આવતા મોનિટરિંગ ટીમ કંપની પર પહોંચી હતી અને આ અંગે જીપીસીબી ને પણ જાણ કરતા જીપીસીબીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા. જીપીસીબી દ્વારા જરૂરી સ્થળ તપાસ કરી આ અંગેનો રિપોર્ટ વડી કચેરી ખાતે મોકલી આપ્યો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર