Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાંથી ATM મશીનની ચોરીના મામલામાં વધુ બે આરોપીઓને ઝડપી પાડયા.

Share

ગત તારીખ-15 મી નવેમ્બરના રોજ મધરાતે અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાં આવેલ ખાનગી એટીએમ મશીનને બોલેરો પીકઅપ લઈને આવેલા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રૂ.4.77 લાખ ભરેલા ATM ની નવ મિનિટમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે 5 લાખથી વધુની લૂંટની ફરિયાદ નોંધી અગાઉ હરિયાણાની મેવાતી ગેંગના એક લૂંટારુની કેશરોલ ગામે આવેલા રાજસ્થાની ઢાબા ઉપરથી 25 વર્ષીય મૂળ હરિયાણાના સલીમ હનીફ શેરખાન મેવાતીને ઝડપી પાડ્યો હતો, જે લૂંટના પ્રકરણમાં નાસતા ફરતા વધુ લૂંટારુઓને અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ઇરસાદ ખુરશીદ રહમત મેવ અને ઝૂહરૂદ્દીન હિંમત મેવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : જિલ્લા ચૂંટણી અધિકારીએ અવસર રથને પ્રસ્થાન કરાવ્યું.

ProudOfGujarat

ભરૂચ ના પારખેત ગામ ખાતે જુગાર રમતા ચાર ઝડપાયા 

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં સફાઈ કર્મીઓના પગાર ન થતાં બીજા દિવસે પણ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!