Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ ત્રણ ટેમ્પાનું લોકાર્પણ.

Share

ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર વિસ્તારને સ્વચ્છ સુંદર બનાવવા માટે સરકાર દ્વારા નગરપાલિકાને ત્રણ ટેમ્પા આપવામાં આવ્યા છે.

અંકલેશ્વર નગરપાલિકા ખાતે આજે સવારે માં શારદા ભવન ટાઉન હોલ ખાતે ત્રણ ટેમ્પાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ જિલ્લાઓ અને નગરપાલિકાઓને સફાઈના સાધનોની ફાળવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકાને પણ ટેમ્પાની જરૂરિયાત હોય રૂપિયા ૨૦ લાખના ખર્ચે સરકાર દ્વારા ત્રણ ટેમ્પાની ફાળવણી કરવામાં આવી છે જેનું આજે સવારે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વધુમાં જણાવે છે કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની જાળવણી કરવામાં આવે છે જેમાં લોકો પણ સહભાગી બને અને કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરે. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકા સભ્યો, નગરપાલિકા પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનમાં હિન્દુ મહિલા બની DSP.

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતીમાં અપ્રુજી ગામ ખાતે ગ્રામ-સભા યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે સાયન્સ કોલેજમાં SY BSC માં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ છાત્રાલયનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!