રાજ્યમાં થઇ રહેલ ગ્રામપંચાયતોના ઇલેક્શનમાં ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં પણ ઇલેકશન હતું પરંતુ ગામના આગેવાનોએ ભેગા મળી ગામને સમરસ કરાવવાનું નક્કી કર્યું હતું અને તેમને તેમાં સફળતા મળી છે આજરોજ ફોર્મ ચકાસણીના દિવસે એક-એક ફાર્મ બાકી રહ્યું છે આમ હવે ત્યાં ઇલેકશન થવાનો નથી અને સમરસ જાહેર થશે આ બધી યોજનામાં હરેશભાઈ પરમારની તેમજ ગામના અન્ય નરેન્દ્ર ભાઈ પરમાર. રમણભાઈ વસાવા માજી સંરપચ જીતુભાઇ પટેલ. માજી ટેપ્યુટી સંરપચ લખાભાઈ. દેવાભાઈ વસાવા . ભાવેશભાઈ પટેલ અને ઉછાલી ગામ ના તમામે તમામ આગેવાનો નો સાથ-સહકાર તેમજ તંત્રનો પણ પૂરેપૂરો સહકાર મળ્યો છે જે બદલ તંત્રને પણ આભાર વ્યક્ત કરીએ છીએ
ઉંછાલી ગ્રામ પંચાયત બીજી(૨) વાર સમરસ કરી ત્યાના આગેવાનોએ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું છે જેનું અનુકરણ અન્ય પંચાયતો પણ કરે તો તે ઘણું આવકારદાયક છે
હરેશભાઈ અગાઉ પીરામણ ગામમાં સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે પરંતુ ગામના કોઈક આગેવાન થી નારાજ થઈ પોતાનું નામ મતદાન મતદારયાદીમાંથી કમી કરાવી તેમના મૂળ ગામ ઉછાલી મા દાખલ કર્યુ હતું અને ત્યાં તેમના પ્રયત્નોથી આજેઉછાલી ગ્રામ પંચાયત(૨) વાર સમરસ થઈ છે. લોકો નું કેહવું છે કે હકીકતમાં હરેશભાઈ જેવા આગેવાન જો પીરામણ ની મતદાર યાદીમાં હોત તો તે પીરામણ ને પણ સમરસ કરાવી શક્યા હોત.