Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલને દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી.

Share

કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમના ગામ ખાતે આવી પહોંચ્યા હતા. આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ.


પિરામણ ગામ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મૌલીન વૈષ્ણવ, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, પ્રદેશ પ્રમુખ યુનુસ પટેલ સહિતના ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને અહેમદભાઈ પટેલની કબર પર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તમામ મહાનુભાવોએ પીરામણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે મર્હુમ અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત-યોગીચોકના શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ એપલ કિડ્સ સ્કૂલના એસીમાં લાગી આગ-બાળકો સહિત 50 થી વધુ લોકોએ બહાર કઢાયા….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના ૩ બનાવો સામે આવતા ખળભળાટ.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ શહેર અને તાલુકા સમિતિની સરદાર ભવન ખાતે મીંટીગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!