અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં ખેતીવાડીમાં છેલ્લા અઠવાડિયાથી પૂરના પાણી યથાવત રહેતા ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરક થતા ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું છે
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત નર્મદા નદી પાણીની છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ભરૂચ જીલ્લાના નર્મદા નદી કિનારાના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા,જુના શક્ક્ર્પોર સહિતના ગામોમાં પૂરના પાણી ગામોમાં અને ખેતરોમાં પ્રવેશી ચુક્યા છે જેને પગલે લોકોને નુકસાની વેઠવી પડી છે ત્યારે આ ગામોમાં કેળ,તુવર,કપાસ અને પરવર સહિતના ઉભા પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી ખેતરોમાં કમર સુધીના પાણી યથાવત રહેતા ખેડૂતો નુકસાન થઈ રહ્યી છે ત્યારે સરકાર વિવિધ યોજના હેઠળ નુકસાનીનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે