Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

Share

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વરના પ્રસિદ્ધ એવા ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે આજરોજ અંગારકી ચોથ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં પંથકના ભક્તોએ દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.

આજરોજ મંગળવાર અને ચોથ હોય અને સુભગ સમન્વયે સમગ્ર જિલ્લાના વિવિધ ગણેશ મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભક્તોએ લાભ લીધો હતો. દર્શન દરમિયાન કોરોના મહામારીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજમાનોએ ભાગ લીધો હતો અને ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના, આરાધના અને શ્રદ્ધાના સથવારે કરી બાપાના આર્શીવાદ લે છે. મંગળવારે આવતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ:શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો…

ProudOfGujarat

ઝઘડિયાના કૃષ્ણપરી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

જંબુસર : કોરોનાનાં ધરખમ કેસો વધ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!