અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર આવેલ પરિવાર હોટલની બાજુમાં કમ્પાઉન્ડમાંથી પાર્ક કરેલ ટ્રકની ચોરી કરી વાહનચાલકો ફરાર થઈ ગયા હતા.
આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા ગામની પરિવાર હોટલની બાજુના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર ગામના કાપોદ્રા ગામની પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા મહમદ સદાકત હુસૈન અન્સારી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે તેમણે પોતાની ટ્રક નંબર-જી.જે.૧૬.ડબ્લ્યુ.૦૨૫૪ ગત તારીખ 20 ના રોજ પરિવાર હોટલની બાજુમાં આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલ હોય તે દરમિયાન વાહન ચોરની ટુકડીઓ ત્રાટકી અને મહંમદ હુસેન અન્સારીના રૂપિયા ચાર લાખની ટ્રકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ટ્રક માલિકે તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે જેના આધારે પોલીસે ટ્રક ચોરી કરનાર અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર