આજરોજ 20 મહિના બાદ સમગ્ર રાજ્ય સહીત અંકલેશ્વરમાં 1 થી 5 ધોરણની શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે બાળકોને માસ્ક, સેનેટાઇઝર, હેન્ડવોશ કરી અને થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી બાળકોને ફૂલ તેમજ ચોકલેટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કોરોના કાળના દોઢ વર્ષ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ દહેશત મચાવી દીધી હતી જે બાદ લગભગ 20 મહિના બાદ આજથી પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે દરેક શાળાએ કોરોનાથી બચવા તેમજ તેની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. અંકલેશ્વર પંથકમાં પણ આજરોજથી શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં બાળકોના ભવિષ્યની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
કોરોના કાળ થોડો ઓછો થતા ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા જે બાદ થોડા મહિના બાદ ધોરણ 6 થી 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા અને આજરોજથી શાળાઓ રાબેતા મુજબ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : ધો. 1 થી 5 નાં વર્ગો શરૂ થતાં શાળાઓમાં નાના બાળકોની કિલકારી ગુંજી…
Advertisement