Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 8 જેટલી ટ્રકમાંથી રૂ.1.30 લાખના ડીઝલની ચોરી.

Share

ભરૂચ જિલ્લામાં ડીઝલની કિંમત વધતા વાહનોમાંથી ડીઝલ ચોરવામાં આવતા હોવાની ઘટનાઓ વધવા માંડી છે. જેમ કે અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 8 જેટલી ટ્રકમાંથી રાતે રૂ.1.30 લાખના ડીઝલની ચોરી થઈ હોવાની ઘટના બની હતી.

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસે ટ્રાન્સપોર્ટરો માટે પાર્કિંગ આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ટ્રકો રાતે પાર્ક કરાય છે. ગુરૂવારે મધરાતે 3 થી 4 કલાકના ગાળામાં 8 જેટલી ટ્રકમાંથી ડીઝલ ચોરાયું હતું. જેની જાણ ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ડ્રાઈવરોને સવારે થતા ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિયેશનના જ્ય ભગવન બલહારાએ અંકલેશ્વર સિટી પોલીસને જાણ કરતા પી.આઈ. આર.એસ.ગઢવી સહિત પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અંદાજે 8 જેટલી ટ્રકમાંથી રૂ. 1.30 લાખના ડીઝલની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે ખેતીની જમીનમાં દબાણ કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ProudOfGujarat

લીડ બેંક સેલ ભરૂચ, બેંક ઓફ બરોડા તથા અન્ય સાથી બેંકો દ્વારા G20 ફાઇનાન્સ ટ્રેક અંતર્ગત ક્રેડિટ આઉટ રીચ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસી વિસ્તારના રહેવાસીઓએ વાયુ પ્રદુષણ અટકાવવા જીપીસીબી સમક્ષ કરી માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!