Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના મોતાલી ગામમાંથી ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવવાના મામલે કિશોરનું ગળુ દબાવી હત્યા કરાય હોવાનો ચોંકાવનારો ખુલાસો…

Share

અંકલેશ્વરના મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ ઉછાલી ગામની સીમમાંથી મળી આવવાના મામલામાં કિશોરની ગળુ દબાવી હત્યા કરાય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

અંકલેશ્વરના મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો 17 વર્ષીય જિગ્નેશ જીતુભાઈ વસાવા ગત તારીખ-12 મી નવેમ્બરના રોજ રાતે 8:30 કલાકથી ગુમ થયો હતો. કિશોર ગુમ થતાં પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે કિશોરનો 6 દિવસ બાદ અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાખરામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

Advertisement

બનાવ અંગે ઉછાલી ગામના ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી કિશોરની હત્યા થઈ છે કે અન્ય કારણોસર તેનું મોત નીપજયું છે તે અંગે પોલીસે તપાસ હાથધરી હતી જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાનનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ઘોડો લઇ આવેલ સાળા બનેવીની લાશો કુવા માંથી મળી.કેમ જાણો વધુ…

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી, નાની નરોલી ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

પંચમહાલ અને મહિસાગરમા ભારે વરસાદ, પાનમડેમ અને કડાણા ડેમમાથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!