Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્યએ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાયા બાદ ગતરોજ રાતે ભરૂચના પગુથન ગામ પાસેથી વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન ઘડિયાળીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના ડાયરા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે 5 દિવસ પહેલા નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ધો.10 ની વિધાર્થીનીએ શનિવારે રાતે ફરિયાદ નોંધાવ્યા બાદ અંકલેશ્વર રહેતા 49 વર્ષીય આચાર્યની વૃક્ષ ઉપર લટકતી લાશ ગુરૂવારે રાતે ભરૂચ-ચાવજ રોડ ઉપરથી મળી આવતા શિક્ષણ જગત હતપ્રત બન્યું છે. સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસને એક ડાયરી પણ મળી છે. જેમાં આચાર્યે પોતાના ઉપર નોંધાયેલી પોસ્કોની ફરિયાદમાં સજા અને બદનામીના ડરથી જીવન ટૂંકાવ્યું હોવા પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે મૃતદેહ નજીકથી મળેલ ડાયરીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી છે જેના આધારે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જે અંગે અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈએ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

રાજપારડી નગરમાં નાનામોટા દરેક ધંધાર્થીને આરોગ્ય વિભાગ દ્વારા સ્કીનીંગ કાર્ડ અપાશે.

ProudOfGujarat

જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ના સ્ક્રેપ ના વેપારી ની નજર ચૂકવી ગઠિયા ઓ રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ફરાર થયા જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!