અંકલેશ્વર નગરપાલિકા છેવાડાનો એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ હેતુથી સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયો હતો.
આજરોજ અંકલેશ્વર માઁ શારદા ભવન હોલ ખાતે નગર પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના છેવાડાના લોકોને 56 જેટલી સેવાઓનો લાભ મળે તે હેતુસર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નાનામાં નાની સેવા જેવી કે આધારકાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય યોજનાના, આવકના દાખલા અને જાતિના દાખલા જેવી સેવાઓને તાત્કાલિક ધોરણે આવરી લેવામાં આવી છે અને જન સમસ્યાઓને સ્થળ પર નિકાલ કરવામાં આવી હતી. એક જ જગ્યા પર દરેક વ્યક્તિ વિનામૂલ્યે સેવાઓનો લાભ લઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન સંદીપ પટેલ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : માં શારદા ભવન હોલ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
Advertisement