અંકલેશ્વર ખાતે ઓ.એન.જી.સી. અસરગ્રસ્તોની કેટલીક માંગણીઓનો આજરોજ મળેલ મિટિંગમાં સુખત અંત આવતા ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ અને સરપંચ સંઘ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર તાલુકાનાં અડોલ, હજાત, મોટવાણ સહિતના ગામોના ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત ખેડૂતો અને લેન્ડ લૂઝર્સ માટે ગુજરાત કિશાન સંઘ હેઠળ ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ લડત ચલાવવામાં આવે છે. તાલુકા સરપંચ સંઘ દ્વારા આંદોલન બાબતે ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જે અલ્ટિમેટમ તેમજ અગાઉ પાઠવેલ આવેદનપત્રના અનુસંધાને ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ, તાલુકા સરપંચ સંઘ અને ઓ.એન.જી.સી સાથે એક મિટિંગ મળી હતી જેમાં વિવિધ માંગણીઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં પ્રથમ આશિયાડ નગરથી મોટવાણ સુધીના માર્ગ ઉપર ચર્ચા કરતાં ઓ.એન.જી.સી.દ્વારા રૂપિયા 10 કરોડના ખર્ચે ચોમાસા પહેલા માર્ગ બનાવવા મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી બનાવવામાં આવશે સાથે મિલુદાદ્રા, મોટવાણ સહિતના ગામોની સીમમાં આવેલ ઓઇલ ફિલ્ડ એરિયામાં ઓ.એન.જી.સી. ની સાઈડ પર ચોમાસામાં એપ્રોચ રોડ બાઉન્ડ્રી ઓવર સહિતના વિસ્તારમાં પાણી બ્લોકેજ થાય છે જેને લઈ હજારો હેકટર જમીન બિન ઉપજાઉ થઈ ગયેલ છે. ચોમાસામાં પાણી તળાવમાં ફેરવા છે જે અંગે પ્રશ્નો ઉઠતાં ટૂંક સમયમાં તે મુદ્દે પણ કમિટી બનાવી નિકાલની ખરી આપી હતી અને અન્ય પ્રશ્નોને લઈ બાંહેધરી મળતા ગુજરાત કિશાન સંઘ હેઠળ ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળ સહિતના સંગઠનો દ્વારા ચલાવતી લડત આગરે રંગ લાવી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર