પોલીસ મહાનિરિક્ષક એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓની સુચના અનુસંધાને નાર્કોટિક્સની બદી દૂર કરવા માટે નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.એસ.ગઢવી અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગડખોલ પાટીયા પાસે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમિયાન એક ઈસમ પ્લેઝર મોપેડ નંબર: GJ-16-CR-9816 ની લઈ આવતાં જેને ઈશારો કરી રોકી રોડની બાજુમાં ઉભો રાખી તેનું નામ સરનામું પુછતાં તેણે પોતાનુ નામ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ યાદવ, મુ.રહે. સીગામ, તા. જંબુસર, હાલ રહે. અંકલેશ્વર, ફતેનગરનો હોવાનું જણાવેલ જેનાં કબજાના પ્લેઝર મોપેડમાં તપાસ કરતાં સીટની નીચે ડેકીમાંથી એક પ્લાસ્ટીકની થેલીમાં વનસ્પતિજન્ય પદાર્થ વજન ૦.૪૯૨ ગ્રામ ની કિં. રૂ. ૪,૯૨૦/- ગણી તથા હીરો કંપનીનુ મોપેડ પ્લેઝર નંબર GJ 16 CR 9816 ની કિં. રૂ. ૧૫,૦૦૦/- ગણી ગેર કાયદેસરનો મળી આવતા અંકલેશ્વર શહેર પો.સ્ટે. FIR No.પાર્ટ-એ ૧૧૧૯૯૦૦૪૨૧૨૭૪૫/૨૦૨૧ એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ કલમ ૮(સી), ૨૦(બી) (II) A મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અંકલેશ્વર : વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.
Advertisement