Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સારંગપુર ગામની સીમમાં ઝાડીમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

Share

– અંકલેશ્વર પંથકમાં હત્યાના બનાવોનો સિલસિલો યથાવત…

અંકલેશ્વર પંથકમાં પ્રેમ, પૈસાની લેવડ દેવડ કે અન્ય બનાવોના પગલે હત્યા થઈ હોય તેવા બનાવો ઉપરાચાપરી બની રહ્યા છે આવી હત્યાના બનાવની તપાસમાં કેટલીકવાર પોલીસ તંત્રને ખૂબ મોડેથી સફળતા સાંપડતી હોય છે. અંકલેશ્વરના સારંગપુર ગામની મીરા નગર સોસાયટી પાસે આવેલ બાવરીની ઝાડીમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

Advertisement

હાલ થયેલ હત્યાના બનાવ અંગેની વિગત જોતા અંકલેશ્વરના સારંગપુર ગામમાં આવેલ મીરાનગર સોસાયટી પાછળ બાવરીની ઝાડી વિસ્તારમાં અજાણ્યા ઇસમની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા ઇસમને માથાના ભાગે કોઈ તીક્ષ્ણ સાધન મારી હત્યા કરાય હોવાની આશંકા સેવાઇ રહી છે. અજાણ્યા હત્યારાએ અજાણ્યા ઇસમની હત્યા કરી લાશને ઝાડીમાં ફેંકી દીધી હોય તેમ જણાઈ રહ્યું છે, જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનાં ધમધમાટ શરૂ કર્યા છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

રાજપીપળા મહિલા પો.સ્ટે.ની હે.કો રમીલા પરમારને લાંચ કેસમાં 6 માસની કેદ,2 હજાર દંડ.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં તમામ શોપિંગ મોલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા.

ProudOfGujarat

ઉમરપાડાના રાણીકુંડ ગામ પાસે જોખમી ટર્નિંગમા કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી જતાં બે નાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!