Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ એક શોપિંગમાંથી ATM મશીન ચોરી કરી ફરાર થયેલ ઇસમો સીસીટીવી માં કેદ.

Share

અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તેના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે.

નવજીવન હોટલ નજીકના શોપિંગમાં આવેલ હિટાચી ATM તસ્કરોએ તોડફોડ કરી આખું મશીન ઉઠાવી ચોરી ગયા હતા. હાઇવેની નજીકના વિસ્તારમાં એ.ટી.એમ મશીન આવ્યું હોય અજાણ્યા તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઇ સમગ્ર ઘટના ક્રમને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ATM માં તોડફોડ કરી આખું મશીન લઈ ફરાર થયા હતા તે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને સીસીટીવી ના આધારે તસ્કરોને પકડવાની કવાયત તાલુકા પોલીસે હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સંસદમા કામગીરી મા વિક્ષેપ ના અંગે વિરોધ વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

ચંદ્રયાન-3 નો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ, લોકેશન અને આગળના લક્ષ્ય વિશે જાણો ISRO નું અપડેટ

ProudOfGujarat

અમદાવાદના મણિનગર નજીક ગાંધીનગર – મુંબઈ વંદે ભારતને નડ્યો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!