Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ એક શોપિંગમાંથી ATM મશીનની ચોરી : આખે આખું ATM મશીન તસ્કરો ઉઠાવી જતા ચકચાર.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘટના સ્થળેથી ફરાર થઇ જતાં ભારે ખળભળાટ મચ્યો હતો, આજે સવારના સમયે શોપિંગના અન્ય લોકો આવતા સમગ્ર ઘટના ક્રમ સામે આવ્યો હતો.

નવજીવન હોટલ નજીકના શોપિંગમાં આવેલ હિટાચી ATM તસ્કરોએ તોડફોડ કરી આખું મશીન ઉઠાવી ચોરી ગયા હોવાનું હાલમાં પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે, જોકે મશીનમાં હાલમાં કેટલી રકમ હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી જોકે આખું મશીન ઉઠાવી જવાની ઘટનાના પગલે પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.

હાઇવેની નજીકના વિસ્તારમાં એ.ટી.એમ મશીન આવ્યું હોય અજાણ્યા તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઇ સમગ્ર ઘટના ક્રમને અંજામ આપવામાં આવ્યો હોવાનું હાલ પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, તો બીજી તરફ એ.ટી.એમ મશીનની ચોરી અંગે પોલીસ વિભાગે પણ મશીનની અંદર તેમજ બહાર અન્ય સ્થળના સીસીટીવી ફુટેજ ચકાસવાની તજવીજ શરૂ કરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જના ઉપક્રમે હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે ૭૨ માં તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગોધરાના કલાકારે બનાવી વડાપ્રધાન મોદીની રંગોળી

ProudOfGujarat

શહેરામાં એસીબીની સફળ ટ્રેપ.NRG શાખાનો કર્મચારી 15,000ની લાંચ લેતા ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!