ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રામ રક્ષક દળના જવાનોને સમયાંતરે કામગીરી સોંપવામાં આવતી હોય છે. કોરોના મહામારીના સમય દરમિયાન સંક્રમણ અટકાવવા માટે તેમજ હોમ કોરન્ટાઈન લોકો પર નજર રાખવા માટે કામગીરી સોંપાઈ હતી. કોરોના મહામારી બાદ છેલ્લા બે વર્ષથી જાહેર સમારંભ કે ટ્રેનિંગ કાર્યક્રમો યોજાયા ન હતા આથી ઘણા લાંબા સમય બાદ અંકલેશ્વરના પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના 25 જેટલા જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ હતી જેમા તમામ જવાનોએ ભાગ લીધો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement